Sunday 22 March 2020

આથમતી સાંજ ના અજવાળા : પ્રકરણ ૧ - છાપું

વાત બળવંતભાઈ અને ઈલા બેન ના દામ્પત્ય જીવન ની.
બળવંત ભાઈ ને રોજ સવારે ચા સાથે  છાપું વાંચવાની ટેવ. જો સવાર માં ચા સાથે છાપું ના હોય તો બળવંત ભાઈ ની જાણે સવાર જ ન પડે.
રોજ ની જેમ આજે પણ ઇલાબેન તેમને માટે ગાર્ડન માં પડેલા ટેબલ પર ચા અને છાપું મુક્યા.
અને બળવંત ભાઈ ફ્રેશ થઇ ગાર્ડન માં આવી ને ખુરસી માં બેઠા બેઠા ચા અને છાપ ની ચુસ્કી લેતા હતા.
થોડી  વાત માં ચા તો પતિ ગઈ પણ છાપા ની ચુસ્કી હાજી ચાલુ હતી.
બળવંતભાઈ : "આજ નું છાપું કઈ આલગ લાગે છે " .મન માં ને મન માં વિચાર કરે છે કે કદાચ ઝાકળ ને લીધે ભીનું ઉઠયું હશે.
એટલામાં રસ્તા પાર થી અવાજ આવે છે "ગુડ મોર્નિંગ ". બળવંતભાઈ પણ તરત જ વળતો જવાબ આપે છે "વેરી ગુડ મોર્નિંગ "

બળવંતભાઈ : "આ ઓ  રમેશભાઈ। . થઇ ગઈ મોર્નિંગ વોલ્ક,  આવો આવો ઘણા દિવસથી તમે ચા પીવા નથી આવ્યા."
રમેશભાઈ : "વાત તો સાચી છે"
બળવંતભાઈ : "તો ચાલો આજે થઇ જાય. એક એક ચા "
રમેશભાઈ એ પણ વધારે માન  માંગ્યા વગર બળવંતભાઈ ના આવકાર ને આદર આપતા તેમની સાથે બેસી ગાર્ડન માં બેઠા.
બળવંતભાઈ એ બૂમ મારી" એ સાંભળો છો , તમારા ભાઈ આવ્યા છે તો બે કપ ચા મુકજો "
ઇલાબેન : "જી "
ઇલાબેન ના મુખ પર નો ગુસ્સો બળવંતભાઈ ને રસોડાની બારી માં નજર કરતા જ સમજાય ગયો. પણ તેનો ભાઈ છે એટલે કદાચ એ ક્ષણ ભર માં શાંત થઇ જશે એ પણ એમને વિશ્વશ હતો.
રમેશભાઈ , ઇલાબેન ના ભાઈ સમાન , કાયમ કોઈ પણ મહત્વના નિર્ણય માં એ રમેશભાઈ ને અચૂક પૂછે.
રમેશભાઈ ને પણ કોઈ સગા બેન ન'ઈ.. એટલે એ  ઇલાબેન નું એટલુંજ સમ્માન કરે.
રમેશભાઈ અને બળવંતભાઈ વાતો એ વળગ્યા  . નોટ બાંધી ને હાજી 15 એ'ક દિવસ થયા હતા, બંને જાણે સમગ્ર ઘટના નું એનાલિસિસ કરતા હોય તેમ ચર્ચા કરવા લાગ્યા. 10 મિનિટ માં ઇલાબેન સરસ મસાલેદાર ચા લઇ ને આવ્યા.  પણ આ શું પ્લાટ માં ફક્ત એકજ કપ ચા હતી.
પ્લેટ રમેશભાઈ તરફ કરતા  એ બોલ્યા " કેમ છો ભાઈ ? ઘણા દિવસે આવ્યા , ઘરે બધા મજામાં તો છે ને?"
રમેશભાઈ : "બધા મજામાં છે , તમને તો ખબર છે અમે લોકો હમણાં લગ્નો માં વ્યસ્ત હતા , સમય જ નહોતો મળતો"
ઇલાબેન : " એ તો છે, લગ્ન સીઝન ફુલ ચાલે છે "
બને ની વાત માં બળવંતભાઈ ની ચા ની ચર્ચાજ ના થઇ, આખરે બળવંતભાઈ એ પૂછી જ લીધું "એક કપ જ ચા બનાવી છે ?"
"હા, રમેશભાઈ લો સુગર ચા પીવે છે અને તમને એ ફાવશે ન'ઈ,એટલે એક જ બનાવી છે "
રમેશ ભાઈ પણ સમજી ગયા અને વાત આગળ વધે એ પેલા જ બોલ્યા "અરે , બળવંતભાઈ , આ ચા મારા માટે વધારે જ છે , આપણે બને થોડી થોડી લઇ લઈશું "
ઇલાબેન , ઘર ના અન્ય કામ કરવા માટે અંદર ગયા.
રમેશભાઈ અને બળવંતભાઈ  ફરી વાતો એ વળગ્યા.એટલા માં જોર થી અવાજ આવ્યો " છાપું " અને રોલ વળેલું છાપું ગાર્ડન માં ફેંકી છાપ વાળો આગળ નીકળી ગયો.

બળવંતભાઈ ક્ષણ ભાર માટે  સ્તબ્ધ  થઇ ગયા. ચા પુરી કરી રમેશભાઈ પણ ચાલતા થયા અને જતા જતા એ છાપું બળવંતભાઈ ના હાથ માં આપતા ગયા
બળવંતભાઈ એ રસોડા ની બારી તરફ જોયું અને પાછું છાપ તરફ, ઇલાબેન માં મુખ પાર નું સ્મિત જોઈ એ સમજી ગયા, અને પોતે પણ હસવા લાગ્યા.





Sunday 16 February 2020

આથમતિ સાંજ ના અજવાળાં .....

આથમતી સાંજ , શબ્દ કાને પડે એટલે એક અલગ જ દૃશ્ય   આંખે આવે , સામાન્યતઃ ટેકરીઓ વચ્ચે થી નીકળતા સૂર્ય ના કિરણો, નદી માં પડતા એના પ્રતિબિંબ અને પંખીઓ પણ જાણે વહેતી નદી ના સુર માં સુર પુરાવતા માળા તરફ પાછા વળતા હોય ... સમગ્ર દ્રશ્ય માં એક અદભુત આકર્ષણ હોય.

કલ્પના માત્ર થી મન  પ્રફુલ્લિત થઇ ઉઠે.  ..પણ  આ કોન્ક્રીટ ના જંગલ માં તો જાણે સાંજ શબ્દ જ ક્યાં ગાયબ થઇ ગયો છે... ઘડિયાળ ના કાંટા સાથે ચાલતો માણસ, એને પહોર ની ક્યાં ખબર રહે છે. હું પણ એમાં થી જ એક છું. જેને માટે આથમતી સાંજ એક માત્ર કલ્પન થી વિશેષ કશું નથી.

સાંજ વગર ની જિંદગી તો બની ગઈ છે પણ  સાંજ વગર નો જન્મારો ન હોય. એવી જ જીવન ની સંધ્યામાં પ્રવેશેલા એક દંપતી ના રોજ બરોજ ની વાત એટલે "આથમતી સાંજ ના અજવાળા" .

કદાચ તમને થશે કે એક દુઃખી જીવન ની વાર્તા હશે... પણ મેં વાર્તા ને શીર્ષક માંજ એ લાગણી દૂર કરવાનો પ્રયત્ન કર્યો છે અને એટલે જ "અજવાળા" શબ્દ નો પ્રયોગ કર્યો છે.

આશરે ૪૦ વર્ષ ના સંગાથ પછી પણ એક દંપતી કોઈ નવા પરણેલા યુગલ જેવું વર્તન કરતા હોય એની સાંજ માં અજવાળા જ હોય.

નાની નાની વાર્તા અને પ્રસંગો દ્વારા આ આથમતી સાંજ માં પણ અજવાળા કરતી આ રચના છે.

પ્રકરણ ૧... coming soon