Wednesday 2 July 2014

વસંત આવી ગઈ

મહેકતી લઇ ને પરોઢ ઝાકળ બુંદ આવી ગઈ
લાગે છે ફરી પ્રણય ની ઋત વસંત આવી ગઈ……મહેકતી લઇ અને પરોઢ
 
ફેલાવી છે ફૂલો એ ફરી ફોરમ ઉપવન માં
ફરી ભમરાઓં નું ગુંજન ,આ  વસંત આવી ગઈ……મહેકતી લઇ અને પરોઢ
 
કોયલ  ને પણ મળી ગઈ છે વાત ક્યાંક થી
કે વન માં  ગુંજે છે પ્રણય ગાન વસંત આવી ગઈ ……મહેકતી લઇ અને પરોઢ
 
 રંગાવું છે તારા રંગ માં આ ફાગ માં
ફરી ઉડે છે રંગ આભમાં વસંત આવી ગઈ……મહેકતી લઇ અને પરોઢ
 
 અધુરી વાર્તા ફરી થી માંડીએ આપણ
ફરી લખીએ કોઈ નવો પાઠ વસંત આવી ગઈ ……મહેકતી લઇ અને પરોઢ

લૂછ્યા અમે આંસુ અને ડાઘા પડી ગયા

આ ગાલ પર ઉજરડા અમસ્થા નથી પડ્યા 
લૂછ્યા અમે આંસુ અને ડાઘા પડી ગયા …આ ગાલ પર ઉજરડા
નથી કહી વાત ક્યારે શબ્દ  થી અમે 
રહ્યા મૌન ને છતાં પડઘા પડી ગયા …આ ગાલ પર ઉજરડા
એક દોર પર ગુથ્યો હતો સબંધ આપણો 
તૂટ્યા એ તાંતણ અને સંબધ તૂટી ગયા ….આ ગાલ પર ઉજરડા
ખબર નહતી રસ્તા ની કે ક્યાં હશે  મંજિલ 
બસ ચાલતા ગયા અમે અને રસ્તા બની ગયા …..આ ગાલ પર ઉજરડા
ઈચ્છા તો હતી ખાર ને મીઠા હું કરી દ’વ 
સાગર માં જઈ  ભળ્યા અને ખારા થઇ ગયા ….આ ગાલ પર ઉજરડા

ઉંદરો ની ઉજાણી ….

એક હતી બિલાડી જાડીપાડી એ તો ચાલી
આવતી જોઈ એને બધા ઉંદરો ની ઘાણી 
 
 દર માં જઈ છુપાણા બધા ઉંદર ભાગી ભાગી
રહી ગયું ને બારું એની પડી ગઈ વારી
 
 એક દિવસ ઉંદરોએ કરી મોટી ઉજાણી
એટલા માં તો આવી જાડી પાડી એ બિલાડી
 
ભાગા ભાગી થઇ ગઈ ધૂળ માં મળી ગઈ ઉજાણી
શું કરવું ? વિચારે આતો રોજ ની ટેવાણી
 
પછી બધા ભેગા મળી કરે વિચાર વાણી
આખરે મળ્યો ઉપાય એને કેમ કરી ફસાવી
 
લીધી એક મોટી જાળી એને નીચે બિછાવી
આવી જેવી બિલાડી એતો એમાં ભરાણી
 
ખેચે બધા ઉંદર ભેગા મળી આ જાળી 
જાળી સાથે ખેચાય જાડી પાડી  એ બિલાડી
 
માંડ માંડ કરી એને દુર પહોચાડી
લઇ જઈ  દુર પછે એને ઊંડે ખાણ માં ઉતારી
 
ત્યાર પછી કોઈ દિવસ નથી દેખાણી એ બિલાડી 
રોજ કરે છે ઉંદરો હવે મળી ને ઉજાણી

વરસાદ પછી ની વાત

વરસાદ પછી ની વાત છે વરસાદ પછી ની વાત
છે નીર નીતરતા રસ્તાઓ ને નીર નીતરતી રાત .. વરસાદ પછી ની વાત છે ..
 
રસ્તા પર  કેવી જામી પાણી ની  રેલેમ છેલ છે
ચાંદ ને મુખ જોવા ધરતી એ લીધો શીશ અવતાર છે …. વરસાદ પછી ની વાત છે
 
બનાવી કાગળ ની હોડી  એને તારવવી પેલે પર છે
પાણી માં કરી છબછબીયા ભીંજાવું ફરીવાર છે …. વરસાદ પછી ની વાત છે
 
લઇ હાથ માં હાથ ફરી મારવી એક લટાર છે
આખી રાત બ સ આવીજ કરવી મોજ અપાર છે …. વરસાદ પછી ની વાત છે
 
મૂકી બધા કામ બાજુએ  જોયા કરું વરસાદ છે
બની વાદળ અષાઢી મારે વરસવું અનરાધાર છે …. વરસાદ પછી ની વાત છે

બેભાન થઇ પડ્યો છું કબર માં

ઈચ્છા ઓ નું પોટલું ઉપાડી  ને જોયું હોત તો
મૃત નહિ પણ બેભાન થઇ પડ્યો છું કબર માં.
 
 લાગણી ના અવેશ માં તમે રોઈ ગયા એટલું
કે મારા આસું  પણ ના આવ્યા તમને નજર માં
 
 પક્ષ તમારો રાખ્યો તમે  એટલો મજબુતી થી
કે વાત અમારી તો  એમનીએમ  રહી ગઈ હૃદય માં
 
 જીતવાની હિમત દાખવી નથી  શકતો હવે 
તેથી હારવાની લત લાગી ગઈ છે રમત માં 
 
 નથી મને સમજતા સબંધો આ સમાજ ના
કે આદત સ્વીકારવાની પડી છે જીવન  માં 
 
 ગોઠવી ‘તી રમત જ  ઉંધી કે હારી ગયા અમે
નહીતર પાસા મારા પણ સાચા હતા ચોપાટ માં 
 
ઈચ્છા ઓ નું પોટલું ઉપાડી  ને જોયું હોત તો
મૃત નહિ પણ બેભાન થઇ પડ્યો છું કબર માં.

મારા શહેર ને શું થઇ જાય છે ???

કોણ જાણે ક્યારેક મારા શહેર ને શું થઇ જાય છે
શાંત સુંદર ક્યારેક કેવું ભડકે બળી જાય છે…કોણ જાણે
મસ મોટા રસ્તા સાંકડા ગલીયારા થઇ જાય છે
દસ મિનીટ નો રસ્તો કાપતા કલાક વીતી જાય છે…કોણ જાણે
ગમે તેવી આફત માં એક થઇ લડી જાય છે
ને નાની નાની બાબત માં સામસામે થાય છે…કોણ જાણે
ગમે તેવું કામ ક્યારેક ચપટી માં થઇ જાય છે
ને કયારેક રાઈ નો પહાડ કરી ધક્કે ચડી જાય છે…કોણ જાણે
રથયાત્રા  કે તાજીયા અહી શાન  થી ઉજવાય છે
ને ક્યારેક ક્રિકેટ બોલ માટે મારમાર થઇ જાય છે…કોણ જાણે
ક્યારેક સારા કામ માટે જગ પ્રસીધ્દ્ધ થાય છે
ને ક્યારેક એ ખુદ એના નામ માં અટવાય છે…કોણ જાણે
કોણ જાણે ક્યારેક મારા શહેર ને શું થઇ જાય છે
શાંત સુંદર ક્યારેક કેવું ભડકે બળી જાય છે…કોણ જાણે

ખબર નથી પડતી….

આજ  સવાર થી શું થાય છે ખબર નથી પડતી
તારી યાદ કેમ આવે છે ખબર નથી પડતી
આમ તો દરરોજ નો મારો એકજ ક્રિયા ક્રમ છે
પણ આજ ક્રમ ઉલ્ટાય છે ખબર નથી પડતી
રોજ પરોઢ્યે  આવો જ સૂર્ય ઉદય  થાય છે
આજ  સુરજ માં  ચાંદ દેખાય છે ખબર નથી  પડતી
ફૂલો તો રોજ સવારે એની ફોરમ રેલાવે  છે
આજ વાયરા માં  સુવાસ  આવે છે ખબર નથી પડતી
નથી વરસાદી  માહોલ કે કોઈ ભીંજાયું હોય એટલું
આજ ઝાકળ  ભીંજવી જાય  છે ખબર નથી  પડતી
એવો  તે કેવો કલરવ કરી રહ્યા  છે આ પંખી
ફક્ત તારોજ સ્વર સંભળાય છે ખબર નથી પડતી
સ્મિત રેલાવતો ચહેરો સામે આવી ઓજલ થાય છે
નયન  ને ભ્રમ થાય છે મને ખબર નથી પડતી
આજ  સવાર થી શું થાય છે ખબર નથી પડતી
તારી યાદ કેમ આવે છે ખબર નથી પડતી

બેભાન થઇ પડ્યો છું કબર માં

ઈચ્છા ઓ નું પોટલું ઉપાડી  ને જોયું હોત તો
મૃત નહિ પણ બેભાન થઇ પડ્યો છું કબર માં.
 
 લાગણી ના અવેશ માં તમે રોઈ ગયા એટલું
કે મારા આસું  પણ ના આવ્યા તમને નજર માં
 
 પક્ષ તમારો રાખ્યો તમે  એટલો મજબુતી થી
કે વાત અમારી તો  એમનીએમ  રહી ગઈ હૃદય માં
 
 જીતવાની હિમત દાખવી નથી  શકતો હવે 
તેથી હારવાની લત લાગી ગઈ છે રમત માં 
 
 નથી મને સમજતા સબંધો આ સમાજ ના
કે આદત સ્વીકારવાની પડી છે જીવન  માં 
 
 ગોઠવી ‘તી રમત જ  ઉંધી કે હારી ગયા અમે
નહીતર પાસા મારા પણ સાચા હતા ચોપાટ માં 
 
ઈચ્છા ઓ નું પોટલું ઉપાડી  ને જોયું હોત તો
મૃત નહિ પણ બેભાન થઇ પડ્યો છું કબર માં.

બાબો કોલેજ જઈ આવ્યો

જુઓ જુઓ જુઓ મારો બાબો કોલેજ જઈ આવ્યો.
બાપો  આખા ગામ માં કોલર ઉચો કરી ક’ઈ આવ્યો. જુઓ જુઓ ……
ત્રણ ચાર પ્રયત્ન કરી માંડ માંડ પાસ કરાવ્યો
જેમ તેમ કરી કોલેજ માં  એનો  દાખલો કરાવ્યો , જુઓ જુઓ …..
નવા દિવસે નવું જીન્સ ને નવું ટી-સર્ટ પહેરાવ્યું
નવા શુજ ને નવી ફેશન માં કોલેજ તેને પહોચાડ્યો , જુઓ જુઓ …….
જેમ તેમ કરી દિવસ કાઢી કોલેજ એતો જઈ આવતો
આવતા જતા લાઈનો મારતા કોલેજ એતો ફરી આવતો ,જુઓ જુઓ ……..
તો પણ બાપા વટ માં ને વટ માં બાબો કોલેજ જઈ આવ્યો
એ તો એનો બાબો જાણે કે ,કયા, કેવું, ભણી આવ્યો,જુઓ જુઓ …….
ધીરે ધીરે આખા ગામ માં વાયરો એવો વાતો થયો
લાલજી ભાઈ ની  ટીના જોડે મનજી કોલેજ જઈ આવ્યો .જુઓ જુઓ …..
તો પણ બાપો કોલાર ઉચો કરી આખા ગામ માં કઈ આવતો
જુઓ જુઓ જુઓ મારો મનજી કોલેજ જઈ આવ્યો ,જુઓ જુઓ ….
જેમ તેમ કરી દિવસ કાઢી કોલેજ એતો ભણી આવ્યો
ભણવાનું મેલ પડતું બાબો બેબી લઇ ને વ’ઈ આવ્યો, જુઓ જુઓ ……

અધૂરા અંત ની મુલાકાત

નહોતી ખબર કે એ પ્રેમ છે
પણ નાનપણ ની એ દરેક મસ્તી  હજી યાદ છે
કિનારે ભલે મોજા ફરી વળ્યા
પણ રેત પર પડેલા પગલા હજી યાદ છે
બસ ચાલ્યા કરું છું એકલો હવે
પણ  એ વળાંક સુધીનો સાથ હજી યાદ છે
ભલે સમય ના મળ્યો મળવાનો તમને
 પણ એ  ઘડીક ભાર નો સંગાથ હજી યાદ છે
નથી થયો સંવાદ  આપણો વરસો થી
પણ એ ચાર શબ્દ ની વાત હજુ યાદ છે
ઘણી યાદો વિસરાય ગઈ જીવન માં
પણ એ  અધૂરા અંત ની મુલાકાત હજી યાદ છે

ક્ષિતિજ ની પેલે પાર ….

આજ મારે જાવુ છે ક્ષિતિજ ની પેલે પાર
કોઇ રોકે ભલે,કોઇ ટોકે ભલે,ક્ષિતિજ ની પેલે પાર ..
એક ફુલ રહ્યુ છે ઝુલી ક્ષિતિજ ની પેલે પાર
એની ફોરમ માણવી છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..
એક કોયલ રહી છે ગુંજી ક્ષિતિજ ની પેલે પાર
એનુ સંગીત માણવુ છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..
એક વાદળ વરસે છે ક્ષિતિજ ની પેલે પાર
એના નીરે ભીંજાવુ છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..
એક છે સ્વપ્ન દેખાયુ છે ક્ષિતિજ ની પેલે પાર
એમા જીવન માણવુ છે જઈ ક્ષિતિજ ની પેલે પાર ..
આજ મારે જાવુ છે ક્ષિતિજ ની પેલે પાર
કોઇ રોકે ભલે,કોઇ ટોકે ભલે,ક્ષિતિજ ની પેલે પાર ..

ઉડવા માટે મથી રહ્યુ છે ડાળ પકડી એક પાન

ઉડવા માટે મથી રહ્યુ છે ડાળ પકડી એક પાન
રોજ રોજ કરે છે પ્રયત્ન ડાળ પકડી એક પાન..

રોજ રોજ  કરે   છે વિચાર ઉંચે આભ માં ઉડવા નું પાન
ક્યારે થશે સ્વપ્ન પૂરૂ ઉંચે આભ માં ઉડવા નું પાન..
  
પણ ડાળ અચાનક છુટુ પડી ઉડી રહ્યુ છે એક પાન
પણ ક્ષણીક માં તો નીચે આવી જમીને પટકાય એ પાન…
    
પાછુ ફરી જોયુ તો જાણ્યુ પાનખર આવી આજ
નથી જરૂર  હવે તેને તેથી તરછોડી દીધુ પાન…
   
પવન સાથે ઉડ્યુ ઘડી’ક પાછુ રસ્તે પટકાયુ પાન
આવતા જતા વાહન નીચે કે’વુ કચડાય રહ્યુ પાન…
  
થોડ સમય માં જોયુ તો બાજુ માં પડ્યુ બીજુ પાન
સમદુખીયા થઈ ભેગા કરે સુખ દુ:ખ ની વાત….
ખોટુ જોયુ હતુ સ્વપ્ન ીએ ઉડ્વા માટે નુ પાન
અંતે   મરણ   ને   શરણ   થઈ   ગયુ   એ પાન….

સમય જરૂર બદલાય છે જીવન માં….

અચાનક ક્યારેક સમય બદલાય છે જીવન માં
પોતાના હતા તે પારકા થાય છે જીવન માં

કાશ કુદરત ની જેમ મોસમ આવતી જીવન માં
ક્યારે પાનખર ક્યારે વસંત ખબર પડે જીવન માં

મથી મથી મરે છે સુખ પામવા જીવન માં
પણ ખબર નહી ક્યાં થી દુ:ખ આવે છે જીવન માં

નથી જ્યારે કોઇ દીશા આગળ આવવા જીવન માં
ત્યારે અચાનક બંધ દ્વાર ખુલે છે જીવન માં

ના મથીશ પામવા કર્મ નુ ફળ તુ જીવન માં
બસ ફકત સત્કર્મ કરતા રહેવુ જીવન માં

મરી જઈશ મથી તો પણ નહી મળે જીવન માં
લખ્યુ લલાટે આપ મેળે મળી જશે જીવન માં
તેથી કહ્યુ છે સમય જરૂર બદલાય છે જીવન માં
રાખી વિશ્વાસ ઇશ્વર માં તરી જવાય છે જીવન માં

મારા સ્વપન ની નગરી છે આ

નથી કોઇ ને શાંતિ અંહી,નથી કોઇ ને ચિંતા અંહી
સહુ રહે છે મળી અંહી , મારા સ્વપન ની નગરી છે આ…
ભલે હોય વહેલી પરોઢ અંહી કે સમી સાંજની પહોર અંહી
નથી સમય કોઇ ની પાસે અંહી , મારા સ્વપન ની નગરી છે આ…
શાંત સબરમતી નો કાંઠો અંહી,કાંકરિયા ફરતે પાળ અંહી
મલ્ટીપ્લેક્ષ નો ખજાનો અંહી , મારા સ્વપન ની નગરી છે આ…
કોઇ કહે કે પેરિસ અંહી,કોઇ કહે કે શાંઘાઇ અંહી
પણ રહે માત્ર અમદાવાદી અંહી, મારા સ્વપન ની નગરી છે આ…
અષાઢી બીજ નો દિવસ અંહી , નાથ નીક્ળે નગર યાત્રા અંહી,
રણછોડ માખણ ચોર અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
અહમદશાહ નુ રાજ અંહી,નગર નો ઘડવેયો અંહી,
તેથી અમદાવાદ નામ અંહી , મારા સ્વપ્ન ની નગરી છે આ……
નગર ની મધ્યે ધામ અંહી,ભદ્રકાળી બિરાજે અંહી,
ભક્તો ની ભીડ અપાર અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
નગર ને દ્વારે મંદિર અંહી,ઇસ્કોન તેને કહે અંહી,
સહુ ભાવ થી કરે ભક્તિ અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
ઉતરાયણ નુ પર્વ અંહી,પતંગ ખુબ ઉડે અંહી,
આકાશ માં રંગ પુરાય અંહી, મારા સ્વપ્ન ની નગરી છે આ……
નવરાત્રી સૌને પ્રિય અંહી,ઢોલ નગારા વગે અંહી,
શક્તિ ની કરે ભક્તિ અંહી , મારા સ્વપ્ન ની નગરી છે આ……
પાર્ટી પ્લોટ માં ધમાલ અંહી,, રાસ ની રમઝટ જામે અંહી,
તોયે શેરી ગરબા પ્રખ્યાત  , મારા સ્વપ્ન ની નગરી છે આ……
હોળી અને ધુળેટી અંહી,રંગ ગુલાલ ઉડે અંહી,
મળી સહુ આનંદ કરે અંહી,  મારા સ્વપ્ન ની નગરી છે આ……
વાણિયાઓ ને વટ અંહી,પારસી ને ફાવટ અંહી,
બ્રાહ્મણ ને કાયમ લાડુ અંહી,  મારા સ્વપ્ન ની નગરી છે આ……
દરેક કોમ નો વાસ અંહી,મીની કઠીયાવાડ અંહી,
સહુ રહેતા હળીમળી અંહી,  મારા સ્વપ્ન ની નગરી છે આ……

મને આવ્યુ એક શમણુ……

મને આવ્યુ એક શમણુ , ને શમણુ હતુ નમણુ
શમણા માં તને જોઇ મારૂ મન થયુ હળવુ         મને આવ્યુ એક શમણુ……
શમણા માં હુ છુ રાજા ને તુ હતી રાણી
ઉઠી ની જયાં મે જોયુ તો હુ અને પથારી         મને આવ્યુ એક શમણુ……
તુ બાગ મા વિહરતી ને રથ માં હું ફરતો
શમણુ મારૂ તુટ્યુ ને હુ પલંગ પર થી પડ તો         મને આવ્યુ એક શમણુ……
ફેરવવા નથી સાયકલ તોયે રથ નું આ શમણુ
 રહેવા ને નથી ઝુપડી તોયે મહેલ નું આ શમણુ       મને આવ્યુ એક શમણુ……

એક સમી સાંજ ની પહોર હતી

એક સમી સાંજ ની પહોર હતી
મધ્યમ મધ્યમ વરસાદ હતો.
માટી મા એક મહેક હતી
સ્રુષ્ટી માં પણ એક ચહેક હતી.   એક સમી સાંજ ની…
તારા આવવાથી આ વસંત હતી
મારા હ્રદય માંહી એ મહેક્તી હતી
તારા ગયા પછી એ પાનખર થઈ
કાંટો બની ને ચુભતી હતી.        એક સમી સાંજ ની…
તારૂ રૂપ પૂનમ નો ચાંદ હતુ
એ ચાંદની બની ચમકતું હતુ
મારૂ મન જણે ચકોર બની
એ ચાંદ ને પમવા ઝંખતૂ હતુ.     એક સમી સાંજ ની…
એ સમી સાંજ ની પહોર માં
મધ્યમ મધ્યમ વરસાદ માં
તુ ફુલ બની ને મહેકતી હતી
ને હુ ભમરો બની ને ભમતો હતો.  એક સમી સાંજ ની…

કેવી રીતે અમદાવાદ ની છોકરી કોલેજ કર્યા કરે

વહેલી સવારે ઉભી થઈ ને મન માં કહે અરે અરે
તૈયાર થઈ બસ સ્ટેન્ડ પર વાટ એતો જોયા કરે
બસ થોડી મોડી પડે તો પણ કહે અરે અરે
બસ આવે ભીડ જોઈ ફરી કહે અરે અરે
બસ માં ચઢવા મળી જાય તો ભગવાન તારૂ ભલુ કરે
નહીંતર મન માં ગાળો દેતી મૂવાં તારૂ નખ્ખોદ વળે
બસ માં ચઢતા ધક્કે ચઢે તો પણ કહે અરે અરે
બસ માં ચઢયા પછી પણ ઉભા ઉભા અરે અરે
દારૂડીયો દારૂ પી ને રોડ પર જમ ડોલ્યા કરે
તેવી રીતે બસ માં ઉભી પાઈપ પકડી ડોલ્યા કરે
ડ્રાઇવર અચાનક બ્રેક મરે તો બુમો પડે અરે અરે
એપણ બીચરો શું કરે વચ્ચે આવ્યુ કોઇ જ્યારે
બાજુ માં કોઇ આશીક આવી જાય તો એને મજા પડે
ઉભી ઉભી નખરા કરે આમ તેમ જોયા કરે
જ્યારે કોઇ વચ્ચે થઈ ને નીકળે તો કહે અરે અરે
પણ તુ જરા આગળ જઈ ઉભી રહે તો કેમ રહે
પણ શુ કરે બીચારી એનો આશીક ઉભો વતો કરે
આખા રસ્તે બન્ને જણા વાતો કરી ને પેટ ભરે
આશીક જ્યારે બસ માંથી ઉતરે તેને બાય બાય કહે
પછી સીટ માં બેસવા માટે આમ તેમ ફાફા માર્યા કરે
જલ્દી કોઇ સીટ છોડે ઉતરે રાહ એતો જોયા કરે
જ્યારે થાકે વળી પાછી હળવે થી કહે અરે અરે
જેમ તેમ કરી સીટ મળે બેસી ને પછી હાશ કરે
આવી રીતે કોલેજ કરે તો પણ પાછી વટ કરે
આવુ જોઇ મારા જેવા ને લખવા નું મન કરે
કે કેવી રીતે અમદાવાદ ની છોકરી કોલેજ કર્યા કરે