ઉડવા માટે મથી રહ્યુ છે ડાળ પકડી એક પાન
રોજ રોજ કરે છે પ્રયત્ન ડાળ પકડી એક પાન..
રોજ રોજ કરે છે પ્રયત્ન ડાળ પકડી એક પાન..
રોજ રોજ કરે છે વિચાર ઉંચે આભ માં ઉડવા નું પાન
ક્યારે થશે સ્વપ્ન પૂરૂ ઉંચે આભ માં ઉડવા નું પાન..
ક્યારે થશે સ્વપ્ન પૂરૂ ઉંચે આભ માં ઉડવા નું પાન..
પણ ડાળ અચાનક છુટુ પડી ઉડી રહ્યુ છે એક પાન
પણ ક્ષણીક માં તો નીચે આવી જમીને પટકાય એ પાન…
પણ ક્ષણીક માં તો નીચે આવી જમીને પટકાય એ પાન…
પાછુ ફરી જોયુ તો જાણ્યુ પાનખર આવી આજ
નથી જરૂર હવે તેને તેથી તરછોડી દીધુ પાન…
નથી જરૂર હવે તેને તેથી તરછોડી દીધુ પાન…
પવન સાથે ઉડ્યુ ઘડી’ક પાછુ રસ્તે પટકાયુ પાન
આવતા જતા વાહન નીચે કે’વુ કચડાય રહ્યુ પાન…
આવતા જતા વાહન નીચે કે’વુ કચડાય રહ્યુ પાન…
થોડ સમય માં જોયુ તો બાજુ માં પડ્યુ બીજુ પાન
સમદુખીયા થઈ ભેગા કરે સુખ દુ:ખ ની વાત….
સમદુખીયા થઈ ભેગા કરે સુખ દુ:ખ ની વાત….
ખોટુ જોયુ હતુ સ્વપ્ન ીએ ઉડ્વા માટે નુ પાન
અંતે મરણ ને શરણ થઈ ગયુ એ પાન….
અંતે મરણ ને શરણ થઈ ગયુ એ પાન….
No comments:
Post a Comment