Wednesday, 2 July 2014

ખબર નથી પડતી….

આજ  સવાર થી શું થાય છે ખબર નથી પડતી
તારી યાદ કેમ આવે છે ખબર નથી પડતી
આમ તો દરરોજ નો મારો એકજ ક્રિયા ક્રમ છે
પણ આજ ક્રમ ઉલ્ટાય છે ખબર નથી પડતી
રોજ પરોઢ્યે  આવો જ સૂર્ય ઉદય  થાય છે
આજ  સુરજ માં  ચાંદ દેખાય છે ખબર નથી  પડતી
ફૂલો તો રોજ સવારે એની ફોરમ રેલાવે  છે
આજ વાયરા માં  સુવાસ  આવે છે ખબર નથી પડતી
નથી વરસાદી  માહોલ કે કોઈ ભીંજાયું હોય એટલું
આજ ઝાકળ  ભીંજવી જાય  છે ખબર નથી  પડતી
એવો  તે કેવો કલરવ કરી રહ્યા  છે આ પંખી
ફક્ત તારોજ સ્વર સંભળાય છે ખબર નથી પડતી
સ્મિત રેલાવતો ચહેરો સામે આવી ઓજલ થાય છે
નયન  ને ભ્રમ થાય છે મને ખબર નથી પડતી
આજ  સવાર થી શું થાય છે ખબર નથી પડતી
તારી યાદ કેમ આવે છે ખબર નથી પડતી

No comments:

Post a Comment